Tuesday 27 November 2018

આયુષમાન ભારત યોજના

આયુષમાન ભારત યોજના નો લાભ મેળવો માટે નીચે આપેલી લીંક પર કલીક કરો 



આયુષમાન ભારત યોજનાનો પ્રારંભ, ૫૦ કરોડ ભારતીયને લાભ


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઝારખંડની રાજધાની રાંચી ખાતેથી મહત્ત્વાકાંક્ષી આયુષમાન ભારત – પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. આયુષમાન ભારત યોજનાને ગરીબોની સેવા માટેનું ગેમચેન્જર પગલું ગણાવતાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, દેશનાં દરિદ્રનારાયણની સેવાની દિશામાં પગલું ભરાયું છે. કેટલાંક લોકો આ યોજનાને મોદીકેરનું નામ આપે છે, તો કેટલાંક તેને ગરીબો માટેની યોજના કહે છે. ચોક્કસપણે આ ગરીબો માટેની જ યોજના છે. ૫૦ કરોડ કરતાં વધુ લાભાર્થીઓને આવરી લેનારી આ યોજના વિશ્વની સૌથી મોટી સરકારી સહાયથી ચાલતી યોજના બની રહેશે. આયુષમાન ભારતના લાભાર્થીઓની કુલ સંખ્યા અમેરિકા, મેક્સિકો અને કેનેડાની કુલ વસતી કરતાં વધુ રહેશે. સમગ્ર વિશ્વનાં સંગઠનો અભ્યાસ કરવા માગે છે કે, સરકાર આટલી મોટી યોજનાને આર્થિક સહાય કેવી રીતે આપી રહી છે. હું જનતાને યોજનાનો હેલ્પલાઇન નંબર મોઢે કરી લેવા વિનંતી કરું છું. આયુષમાન ભારતનો હેલ્પલાઇન નંબર ૧૪૫૫૫ છે. દરેકે તે યાદ કરી લેવો જોઈએ.
વડા પ્રધાને જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત ગરીબોની સાથે સાથે અમીર પરિવારોને પણ આરોગ્યસુવિધા પ્રાપ્ત થશે. સરકાર ઋષિમુનિઓનાં સદીઓ જૂનાં સપનાંને સાકાર કરવા માગે છે. સમાજની છેવાડાની વ્યક્તિને પણ સારવાર મળવી જોઈએ. વિપક્ષ પર પ્રહાર કરતાં મોદીએ જણાવ્યું હતું કે, વિપક્ષોએ હંમેશાં ગરીબોને મતબેન્ક તરીકે જ જોયાં છે. ચૂંટણીઓ જીતવા માટે તેમના તરફ મફત સુવિધાઓની લાલચ ફેંકતા રહ્યા છે. આયુષમાન ભારત યોજના ધર્મ, જાતિ કે સંપ્રદાયના આધારે નથી, તેમાં ઊંચનીચનો કોઈ ભેદભાવ નથી. ન્યૂ ઈન્ડિયા સ્વસ્થ રહે, ન્યૂ ઈન્ડિયા સશક્ત બને, તમે બધા તંદુરસ્ત અને આયુષમાન રહો એ જ મારી શુભેચ્છા છે.
આરોગ્યમંત્રાલયના જણાવ્યા અનુસાર ૭૧મા નેશનલ સેમ્પલ સરવે મુજબ ૮૫.૯ ટકા ગ્રામીણ અને ૮૨ ટકા શહેરી પરિવારો પાસે આરોગ્યવીમો જ નથી. ૨૪ ટકા ગ્રામીણ અને ૧૮ ટકા શહેરી પરિવારોને સારવાર માટે દેવું કરવું પડે છે. યોજનાના કર્તાહર્તા અને નીતિઆયોગના સભ્ય વી. કે. પોલ કહે છે કે, યોજનાને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં સરકાર પર રૂપિયા ૩,૫૦૦ કરોડનો બોજો પડશે, જેમાં ૬૦ ટકા કેન્દ્ર સરકાર અને ૪૦ ટકા રાજ્ય સરકાર યોગદાન આપશે.
આરોગ્યમંત્રાલયે આ યોજનામાં કોરોનરી બાયપાસ, ની રિપ્લેસમેન્ટ અને સ્ટેન્ટિંગ જેવી ૧,૩૫૪ સારવારનાં પેકેજનો સમાવેશ કર્યો છે. આ યોજનામાં કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના કરતાં પણ ૧૫-૨૦ ટકા સસ્તા દરે સારવાર અપાશે. લાભાર્થીઓને હોસ્પિટલમાં જ કેશલેસ અને પેપરલેસ સેવાઓ ઉપલબ્ધ કરાવાશે. લાભાર્થીઓ ૧૩,૦૦૦ જેટલી સરકારી અને યાદીમાં સમાવાયેલી ખાનગી હોસ્પિટલોમાં ૧,૩૫૪ બીમારીની સારવાર મેળવી શકશે.
આયુષમાન ભારત યોજનામાં ગ્રામીણ અને શહેરી એમ તમામ ગરીબ પરિવારોનો સમાવેશ કરાયો છે. આ મતબેન્ક ભાજપ અને પીએમ મોદી માટે અત્યંત મહત્ત્વની છે. આમ તો ભાજપ મધ્યમવર્ગ પર સારી પકડ ધરાવે છે પરંતુ પીએમ મોદી આગામી લોકસભાની ચૂંટણીમાં ગરીબ મતદારોનું પણ સમર્થન ઇચ્છે છે, જો આ યોજના કોઈપણ ખામી વિના લાગુ થશે તો એક મોટી મતબેન્ક અંકે કરવામાં પીએમ મોદીનો જુગાર સફળ થશે.
કેન્દ્ર સરકારે યોજના સંબંધે એક વેબસાઇટ શરૂ કરી છે. તેનું નામ mera.pmjay.gov.in છે. કોઈપણ રાજ્યના કોઈપણ વ્યક્તિ આ વેબની મદદથી પોતાના વિશે જાણકારી મેળવી શકે છે. વેબ હોમપેજ પર પીએમ જન આરોગ્ય યોજના બોક્સ મળતા તેમાં તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે. મોબાઈલ પર ઓટીપી નંબર આવશે. તે નંબર નાખતાં જ જાણકારી મળી જશે કે તમારું નામ આ યોજના સાથે સંકળાયેલું છે કે નહીં. તે અંગેની જાણકારી મેળવી શકાશે.



૫ લાખ નો એક વર્ષ માટે નો મેડિકલ વીમા યોજનામાં લાભ મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો 
⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️

આયુષ્માન ભારત યોજના: જાણો કોને અને કેવી રીતે મળશે 5 લાખનો મફત વીમો


નોઈડા: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના પ્રસંગે આયુષ્માન ભારત યોજના એટલે કે નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ (એબી-એનએચપીએસ) ની શરુ કરવાની જાહેરાત કરી છે. આ હેઠળ, આશરે 10 કરોડ ગરીબ પરિવારોને 5 લાખ રૂપિયાનો વાર્ષિક આરોગ્ય વીમો મળશે. આ પછી મધ્યમ વર્ગને પણ આ યોજનાનો લાભ મળશે. આયુષ્યમાન ભારત યોજના હેઠળ પ્રથમ તબક્કામાં આરોગ્ય કેન્દ્રો ખોલવાની શરૂઆત કરવામાં આવી છે. 25 સપ્ટેમ્બર દીનદયાળ ઉપાધ્યાય જયંતી પર તેને લોન્ચ કરવામાં આવશે. આ હેઠળ લોકોને મફત આરોગ્ય વિમાની સેવા મળશે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે,સામાન્ય લોકો નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ (એબી-એનએચપીએસ)નો લાભ કેવી રીતે મેળવી શકે છે? અમે તમને કહીએ છીએ કે તમે આ મહત્વાકાંક્ષી યોજનાનો લાભ કેવી રીતે લઈ શકો છો.
આયુષ્માન ભારત યોજના હેઠળ 50 કરોડ લોકોને ફાયદો પહોંચાડવાનું લક્ષ્‍ય રાખવામાં આવટી છે. યોજનાના પ્રથમ તબક્કામાં માત્ર 10 કરોડ લોકોને જ તેનો લાભ મળશે. ઉપરાંત, આ યોજના સંપૂર્ણપણે કેશલેસ હશે. એટલે કે, નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ (એનએચપીએસ) હેઠળ, વીમાધારક વ્યક્તિએ તેની સારવાર માટે એકપણ રૂપિયો ખર્ચ કરવો પડશે નહીં. સારવાર દરમિયાન 5 લાખ રૂપિયા સુધિમો ખર્ચ સરકાર ઉઠાવશે.
આયુષ્યમાન ભારત યોજના હેઠળ સરકાર લોકોને જાતે જ ઓળખશે. હકીકતમાં જે લોકો 2011 ની વસતિ ગણતરીમાં ગરીબી રેખાથી નીચે જીવતા હોય તેમને એમાં સ્થાન મળશે. તેથી, તમારે તમારા પંચાયતમાં સૌ પ્રથમ જાણવું પડશે. આ ઉપરાંત, સરકાર ટૂંક સમયમાં ઑનલાઇન ટૂલ્સ પ્રદાન કરશે. જેના દ્વારા તમે માહિતી મેળવી શકો છો. જો તમે આ યોજના માટે પાત્ર છો, તો તમે આ યોજના માટે રજીસ્ટ્રેશન કરાવી શકશો. હાલમાં આ સૉફ્ટવેરનું ટેસ્ટિંગનું કામ ચાલી રહ્યું છે.
આયુષ્માન ભારત યોજના હેઠળ સારવાર મેળવવા માટે વીમા ધારકે પ્રથમ તેમના વીમા સંબંધિત દસ્તાવેજો આપવા પડશે. આ પછી, હોસ્પિટલ મેનેજમેન્ટ વીમા કંપનીને સારવારની કિંમત વિશે જાણ કરશે અને વીમાધારકના દસ્તાવેજોની પુષ્ટિ થાય તે પછી કેશલેસ સારવાર શરૂ થશે. આ યોજના હેઠળ, વીમાધારક વ્યક્તિ માત્ર સરકારી હોસ્પિટલોમાં જ નહિ પણ ખાનગી હોસ્પિટલોમાં પણ સારવાર કરાવી શકે છે. સરકારે આ યોજનાથી ખાનગી હોસ્પિટલોને કનેક્ટ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે.
આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો (હેલ્થ વેલનેસ સેન્ટર) હેઠળ સમગ્ર દેશમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને અપડેટ કરવામાં આવશે. આ કેન્દ્રો પર સારવાર સાથે મફત દવાઓ પણ મેળશે. જે અંતર્ગત છત્તીસગઢમાં 1000, ગુજરાતમાં 1185, રાજસ્થાનમાં 505, ઝારખંડમાં 646, મધ્યપ્રદેશમાં 700, મહારાષ્ટ્રમાં 1450, પંજાબમાં 800, બિહારમાં 643 અને હરિયાણામાં 255 સુખાકારી કેન્દ્રો હશે. નોંધનીય છે કે, આ યોજના અંતર્ગત, સરકાર સમગ્ર દેશમાં 1.5 લાખથી વધુ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો ખોલશે, જે આવશ્યક દવાઓ અને નિદાન સેવાઓ મફતમાં આપશે.


આયુષમાન ભારત' સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ કેન્દ્ર સરકાર દર્દીના ઈલાજ કરનાર ડોકટરો અને કર્મચારીઓને ઇન્સેન્ટિવ આપશે.

કેન્દ્ર સરકારે દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના 'આયુષમાન ભારત' દ્વારા સરકારી હોસ્પિટલોમાં દર્દીઓનો ઇલાજ કરનાર ડોકટરો અને કર્મચારીઓને વધારાનું ઇન્સેન્ટિવ આપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકાર દેશની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના આયુષમાન ભારતને સારી રીતે ચલાવવા અને આ યોજનાનું મોટા પાયે વિસ્તરણ કરવાના હેતુસર સરકારી હોસ્પિટલોના ડોકટરોથી લઇને અન્ય કર્મચારીઓને ઇન્સેન્ટિવ આપશે. અહેવાલો અનુસાર સરકારના આ નિર્ણય હેઠળ ઇન્સેન્ટિવની રકમ પ્રતિ ડોકટર વાર્ષિક રૂ.એક લાખથી ત્રણ લાખ સુધીની હોઇ શકે છે.
'રાષ્ટ્રીય ચિકિત્સક દિવસ' પર વધારે કામ કરનાર તેમજ ક્ષમતા કરતાં અનેકગણા વધુ દર્દીઓનો ઇલાજ કરનાર ડોકટરોને અલગથી સન્માન આપવાની એક યોજના સરકારે તૈયાર કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય ચિકિત્સક દિવસ પર દર્દીઓની સંખ્યા બાકીના દિવસોથી અપેક્ષા કરતાં વધુ રહે છે અને તેને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય કર્યો છે. આયુષમાન ભારત હેઠળ જેટલા પણ દર્દીઓની સરકારી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવશે તેમને હોસ્પિટલ આ સારવારની રકમ માટે ક્લેઇમ કરશે.
અહેવાલો અનુસાર આયુષમાન ભારત યોજના હેઠળ સરકારી હોસ્પિટલમાં સારવાર કરાયેલ દર્દીઓનું એક સ્ટેટમેન્ટને સરકારને હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવશે અને તેના આધારે કલેમ કરવામાં આવશે. આ માટે હોસ્પિટલમાં એક અલગ સમિતિની રચના કરવામાં આવશે. જે આ પ્રક્રિયા પર કામ કરશે. એક વર્ષ સુધી હોસ્પિટલ દ્વારા કલેઇમ કરવામાં આવનાર નાણાં જમા થશે અને તેની લગભગ રપ ટકા જેટલી રકમ ડોકટરો અને અન્ય કર્મચારીઓને ઇન્સેન્ટિવ તરીકે આપવામાં આવશે. જ્યારે બાકીની ૭પ ટકા રકમનો ઉપયોગ હોસ્પિટલની ઇમારત અને ગુણવત્તા પાછળ ખર્ચાશે.




2 comments:

  1. बहुत अच्छा है योजना 9879086427

    ReplyDelete
  2. बहुत अच्छा है योजना

    ReplyDelete

Free sample product