Monday 12 March 2018

Always be aware of this, these 12 ways with petrol pump can deceive you ...

હમેશા આ બાબતોનું ધ્યાન રાખો, પેટ્રોલપંપ વાળા આ 12 રીતે તમને છેતરી શકે છે…
પેટ્રોલનો ભાવ દિન-પ્રતિદિન આસમાને પહોચતો જાય છે. ક્રુડ ઓયલના વધતી કિંમતના કારણે એક વખત ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાના સંકેત આપી દીધા છે. પેટ્રોલનો ભાવ આમ પણ 70 રૂપિયાની ઉપર પહોચી ગયેલ છે. આ મોંઘવારીના સમયમાં હમેશા દરેક ફરિયાદ કરતા હોય છે કે પેટ્રોલપંપ ઉપર તેને પેટ્રોલ ઓછું મળે છે.

ઘણી વખત જાણે અજાણે આપણામાંથી મોટાભાગના લોકો આવી જાતની છેતરપીંડીનો ભોગ બની ચુક્યા હોઈશું. અમે તમને થોડા એવા કારણો વિષે જણાવીએ છીએ, જેને લીધે ઘણી વખત તમારા ખિસ્સા ને નુકશાન થઇ શકે છે.  તમે થોડી સાવચેતી રાખીને આવી જાતની નુકશાની થી બચી શકો છો. આવો જાણીએ થોડી આવી જ રીતો વિષે.

(1) હમેશા રિજર્વ પહેલા ભરાવો પેટ્રોલ :
ખુબ ઓછા લોકોને ખબર હશે કે ખાલી ટાંકીમાં પેટ્રોલ પુરાવવાથી નુકશાન થાય છે. તેનું કારણ છે કે જેટલી ખાલી તમારી ટાંકી હશે, તેટલી જ હવા ટાંકીના રહેશે. એવામાં તમે પેટ્રોલ પુરાવો છો, તો હવાને લીધે પેટ્રોલ ઓછું મળશે. તેથી ઓછામાં ઓછું ટાંકી ના રિજર્વ સુધી આવવાની રાહ ન જુવો. અડધી ટાંકીએ જ હમેશા ભરાવી લો


(2) ડીઝીટલ મીટર વાળા પંપ ઉપર જ ભરાવો..

ખાસકરીને જુના પેટ્રોલ પંપ મશીનો ઉપર ઓછું પેટ્રોલ ભરવાની શક્યતા વધુ રહે છે અને તમે તેને પકડી પણ નથી શકતા. આ જ કારણ છે કે દેશમાં સતત જુના પેટ્રોલપંપ મશીનોને કાઢીને દુર કરવામાં આવી રહ્યા છે અને ડીઝીટલ મીટર વાળા પંપ ઈંસ્ટોલ કરવામાં આવી રહ્યા છે.

(3) અટકી અટકીને ચાલી રહ્યું હોય મીટર :


તમે નોટીસ કર્યું હશે કે પેટ્રોલ ભરતી વખતે મીટર વારંવાર અટકી જાય છે. ખાસ કરીને ધીમે ધીમે કરીને આવી રીતે તમને પેટ્રોલ આપી દેવામાં આવે છે. જાણકારો મુજબ, વારંવાર અટકવાથી તમને પેટ્રોલમાં નુકશાન થાય છે. તેથી કોઈ પેટ્રોલપંપ ઉપર આવા મશીન હોય તો તે મશીન ઉપર પેટ્રોલ ન પુરાવવું.

(4) મિટર ઉપરથી નજર ન હટાવો :

મોટાભાગના લોકો પોતાની કારમાં પેટ્રોલ/ડીઝલ પુરાવે છે તો ગાડીમાંથી નીચે જ નથી ઉતરતા. તેનો લાભ ઉઠાવે છે પેટ્રોલપંપ વાળા. પેટ્રોલ પુરાવતી વખતે કારમાંથી ઉતરો અને મીટર પાસે ઉભા રહો અને સેલ્સમેનની તમામ કામગીરી ઉપર ધ્યાન રાખો. તેનાથી તમારી સાથે છેતરપીંડી થવાની શક્યતા ઘણી ઓછી થઇ જાય છે. બાકી ઘણીવાર જોવાયું છે કે આગળ વાળા ને ૫૦ કે ૧૦૦ રૂપિયા નું પુરાવે પછી કાર વાળા નું ભારે ત્યારે આંકડા ૦૦ કર્યા સિવાય સીધું જ શરુ કરી દે છે એટલે એટલા રૂપિયા નું ઓછું ભરાય.

(5) હમેશા ઝીરો જોઇને જ પેટ્રોલ પુરાવો :

પેટ્રોલ પંપ પર બની શકે કે તમને પૈસા લેવા વાળો વાતોમાં લગાવીને પેટ્રોલ પુરવા વાળા ઝીરો તો બતાવશે, પણ મીટરમાં તમારા માગ્યા મુજબ નું પેટ્રોલનો આંકડો સેટ નહી કરે. આજકાલ દરેક પેટ્રોલ પંપ ઉપર ડીઝીટલ મીટર હોય છે. તેમાં તમારી તરફથી માંગવામાં આવેલ પેટ્રોલનો આંકડો અને કિંમત પહેલેથી જ સેટ કરવામાં આવે છે. તેના લીધે પેટ્રોલ પંપવાળા ઓની મનમાની અને છેતરપીંડી કરવાની શક્યતા ખુબ ઓછી થઇ જાય છે.

(6) રીડીંગ થાય તેનાથી શરુ :

પેટ્રોલ પંપ મશીનમાં ઝીરો આંકડો તો તમે જોઈ લીધો, પણ રીડીંગ શરુ ક્યાં આંકડાથી થયું. સીધો 10,15,20 થી. મીટરનું રીડીંગ ઓછામાં ઓછું 3 થી શરુ થયું. જો 3 થી વધુ આંકડા ઉપર જમ્પ થયો તો સમજવું કે તમને નુકશાન પણ તેટલું જ થશે.
(7) જો મીટર ચાલી રહ્યું છે ઝડપી :

તમે પેટ્રોલનો ઓર્ડર કર્યો અને મીટર ખુબ ઝડપથી ચાલી રહ્યું છે, તો સમજવું કે કોઈ ગોટાળો છે. પેટ્રોલ પંપ વાળાને મીટરની સ્પીડ સામાન્ય કરવાનું કહો. બની શકે છે કે ઝડપી મીટર ચાલવાથી તમારું ખિસ્સું કપાઈ રહ્યું હોય.

(8) ચેક કરતા રહો માઈલેજ :

પેટ્રોલ ચોરી કરવા માટે પંપ માલિક હમેશા પહેલાથી જ મીટરમાં છેડછાડ કરે છે.  દેશમાં ઘણા પેટ્રોલ પંપ હાલમાં પણ જૂની ટેકનીક ઉપર ચાલી રહ્યા છે જેનાથી ગોટાળા કરવા ખુબ સરળ છે. નિયમ પ્રમાણે પેટ્રોલ પુરવાના મશીન બગડવા થી માત્ર પેટ્રોલ કમ્પનીના મિકેનિક જ તેને ઠીક કરી શકે છે. પણ પેટ્રોલ પંપના માલિકો હમેશા પ્રાઇવેટ મિકેનિકની મદદ લે છે. મશીનમાં છેડછાડ તે સમયે થાય છે. ખાસ કરીને તમે જુદા જુદા પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવો અને પોતાની ગાડીના માઈલેજ સતત ચેક કરતા રહો.


(9) ચેક કરો ક્યાય પાઈપમાં વળ તો નથી :

પેટ્રોલ પુરાવતી વખતે ગાડીને મશીનથી થોડું દુર ઉભી રાખો જેથી પાઈપ ખેંચાયેલી રહે અને તેની વચ્ચે પડેલા વળમાં પેટ્રોલ પડ્યું ન રહી જાય.

(10) રાઉન્ડ ફિગરની કિંમતમાં ન પુરાવો પેટ્રોલ :
મોટાભાગના લોકો 500, 1000 કે 2000 જેવી રકમ આપીને પેટ્રોલ કે ડીઝલ પુરાવે છે. પણ ઘણા પેટ્રોલ પંપ માલિક આવા નંબર માટે પહેલેથી જ મશીનને ફિક્સ કરીને રાખે છે. તેના કરતા સારું રહેશે કે તમે રાઉન્ડ ફિગરની રકમ આપીને પેટ્રોલ ન પુરાવો. એટલે કે 530 રૂપિયા કે 1575 રૂપિયા નું પેટ્રોલ પુરાવવાથી પેટ્રોલની ચોરી અઘરી બનશે અને તમારું ખિસ્સું નહી કપાય. તેથી જ્યાં સુધી શક્ય હોય તો કાર્ડથી પેમેન્ટ કરો.


(11) ક્યાંક પેટ્રોલની જગ્યાએ હવા તો નથી ભરાવી રહ્યા તમે ?

ટાંકી ફૂલ કરાવતી વખતે ઓટો કટ થયા પછી હમેશા પેટ્રોલ પંપ વાળા રાઉન્ડ ફિગરમાં પેટ્રોલ પુરવાની વાત કરે છે. તે માટે તૈયાર ન થશો કેમ કે ઓટો કટ થયા પછી હમેશા મશીન રીસેટ ન થવાને લીધે જરાપણ પેટ્રોલ જ નથી આવતું એટલે કે માત્ર હવા તમારી ગાડીની ટાંકીમાં જાય છે.

(12) ફરિયાદ દાખલ કરાવવાનું ન ભૂલશો :

જો કોઈ પેટ્રોલ ચોરીની થોડી પણ શંકા હોય તો પેટ્રોલ પંપ મેનેજર પાસે ફરિયાદ બુક માગીને લેખિત ફરિયાદ દાખલ કરવાનું ન ભૂલશો. જો તમને ફરિયાદ બુક આપવામાં આનાકાની કરવામાં આવે તો કમ્પનીના કસ્ટમર કેર માં ફરિયાદ કરો.

No comments:

Post a Comment

Free sample product